- ગુણવંત શાહ
- નેટવર્ક
- ગુજરાત.સમાચાર
સપ્ટેમ્બર ૪, ૨૦૧૬ના રોજ વેટિકનમાંથી નામદાર પોપ ફ્રાન્સિસ, એસ. જે. મધર ટેરેસાને 'સંત'ની પંક્તિમાં જાહેર કરશે. વિશ્વના ૨૦૦ દેશોના લાખ્ખો ભક્તજનો રોમ શહેરના વેટિકન નગરમાં ભારે દબદબા પૂર્વકથી આ વિધિમાં ભાગ લેવા જનાર છે... વેટિકન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વિધિ ('કેનનાઇઝેશન')માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે... ૧૯૭૪ના મે મહિનાની ૧૧ તારીખે મધર ટેરેસાની અમદાવાદની મુલાકાત લીધી હતી...
ગાંધીજીના પ્રિય ગીતને : વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...' જો કોઈ વ્યક્તિએ શબ્દશઃ જીવી બતાવ્યું હોય તો તે છે મધર ટેરેસા. વિશ્વ આખાની પાપની પીડાને ઈસુ ખ્રિસ્તે પોતાના બલિદાન દ્વારા સહન કરી, અત્યંત શરમજનક હાલતમાં વધસ્તંભ પણ લોહીનું છેલ્લું ટીપું વહેવડાવી, જીવની આહુતિ આપી હતી. બસ આ જ ભગવાનની આ સાથી શિષ્યાએ, પોતનું સર્વસ્વ ગરીબ ગુરબાં માટે આપી દઈ, અન્યોની સેવા એ જ સાચી ભક્તિ ગણી હતી. કેથલિક ધર્મસભાએ મધરને રોમના વેટિકન ખાતે 'સંત મધર ટેરેસા' બનાવી આપણા સૌને જનસેવામાં લાગી જવાનું આહવાન કર્યું છે. અંતે તો, જનસેવ એ જ સાચી પ્રભુભક્તિ છે. ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા સંઘ 'કેથલિક સંપ્રદાયમાં' પવિત્ર, સેવાભાવી, જીંદગી જીવી જનારને એક ખાસ દરજ્જો - પંક્તિ આપવામાં આવે છે ને તે છે સંતની પંક્તિ. આમ છેલ્લા ૨૦૦૦ વર્ષના કેથલિક ધર્મસંઘના ઇતિહાસમાં સેંકડો વ્યક્તિઓને 'સંત'ની પંગત લાઇનમાં મૂકવામાં આવેલા છે.
ધર્મસભાની સંતમાં મૂકવાની પ્રક્રિયા ઘણી જ જટિલ અને લાંબી છે. ધર્મસભા વ્યક્તિને સંત જાહેર કરે તે પહેલાં દરેક પાસાની ચકાસણી કરે છે. આ ચકાસણી દરમ્યાન સતત તપ અને પ્રાર્થના કરવામાં આવે છે. 'સંત' જાહેર થનાર વ્યક્તિના જીવનને અત્યંત બારીકાઈથી જોવામાં - તપાસવામાં આવે છે. અને તેમાં પાર ઉતર્યા પછી જ સંત તરીકે નક્કી કરેલ છે. કોઈ પણ વ્યક્તિ 'સંત' બની જતી નથી. 'સંત' જાહેર થનાર વ્યક્તિ પ્રભુ પરમેશ્વરના દરબારમાં મારી- તમારી પ્રાર્થનાઓ અને આજીજીભરી માંગણીઓ ભગવાન સમક્ષ લાવી સેવાનું જ કામ કરે છે. 'સંત' જાહેર થયેલ વ્યક્તિ પ્રભુના સાનિધ્યમાં હોય છે. સૌની માન્યતા હોય છે કેથલિક ચર્ચમાં 'સંતોનો સંબંધ' એ એક શ્રદ્ધાનો મર્મ છે. મધર ટરેસાને પ્રદાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'માં આ બાબતનો ઉલ્લખ કરી આભાર અને આનંદની લાગણી પ્રકટ કરી હતી. ભારત દેશ માટે આ એક મહાન ગર્વની વાત છે કે 'સંત' બનેલા મધર ટેરેસા કર્મે અને ધર્મે પૂરેપૂરા ભારતીય હતા.
યુરોપના આલબેનિયા નામના દેશમાં ૧૯૧૦માં સ્ક્રોપ્જે નામના ગામમાં ગોંઝા આગ્નેસ (મધરનું ઘરનું નામ)નો જન્મ થયો હતો. ગામમાં એક ધનાઢ્ય વેપારીને ત્યાં જન્મેલ ગોઝા (ફૂલની કળી) તેના કુટુંબમાં સૌને ઘણી પ્યારી હતી. બાર વરસની ગોંઝાને ગરીબો, અનાથો માટે ભારે લગાવ હતો. ગોંઝાને વાંચવા- લખવનો અને ગાવાનો ભારે શોખ હતો. દરરોજ ગોંઝાને ચર્ચમાં જવું ઘણું ગમતું ૧૮ વરસની ગોંઝાને પ્રભુએ હાકલ કરી, સાધ્વી તરીકે જીવવાનું 'તેડુ' આપ્યું... ગોંઝાએ 'લોરેટો સાધ્વી મંડળ'માં જોડાવાનું મન બનાવી દીધું.
૧૯૨૮ની સપ્ટેમ્બરની શિયાળાની ઠંડીમાં, ગોંઝાએ આયર્લેન્ડ દેશની વાટ પકડી. ડબ્લિનમાં ગોંઝા સારું અંગ્રેજી શીખી. સાધ્વી બનેલી ગોંઝાનું હવે પછીનું નામ ટેરેસા હતું. ૨૯મા સિસ્ટર ટેરેસા કલકત્તા આવ્યા. સિસ્ટરને ભારત માટે ખૂબ લગાવ હતો. તેમને હિન્દી અને બંગાળીનું ઘણું સારું જ્ઞાાન હતું. ૧૯૩૧માં સિસ્ટર ટેરેસાએ સાધ્વી મંડળમાં આજીવન ગરીબાઈ, તેમના મંડળના વડાને આજ્ઞાાપાલન અને બાળકોના શિક્ષણ- ઉછેર પાછળ જીવવાના વ્રત લીધા. બસ આ દિવસથી તેઓ પુરેપુરા પ્રભુને સમર્પિત થ ગયા સિસ્ટર કલકત્તા શહેરની લોરેટો કોન્વન્ટમાં શિક્ષિકા બન્યા. તેઓ બંગાળીમાં ભણાવતા બાળ- કેળવણીમાં સિસ્ટરને બહુ રસ હતો 'તમે આવતીકાલનું ઉજળું ભારત છો' તેવું વારંવાર બોલતા ધનાઢ્ય કુટુંબના બાળકોને સિસ્ટર ટેરેસા કલકત્તાની ગંદી- ગંધાતી ઝૂંપડપટ્ટીમાં લઈ જતા. નાનપણથી બાળકોને ગરીબો માટે માન- પ્રેમ રાખતા આપણે શીખવવું જરૃરી છે તેવું તેઓ કહેતા.
૧૯૪૬માં સિસ્ટરને પ્રભુએ વધુ હાકલ કરી : તું ગરીબ, અનાથ, તરછોડાયેલા તિરસ્કૃત બાળકોની સેવામાં લાગી જા !' અને સિસ્ટર ટેરેસાએ પ્રભુની એ હાકલ ઉપાડી લીધી. ૧૯૪૮થી સિસ્ટરે સફેદ રંગની વાદળી પટ્ટીવાળી, બંગાળી લઢણની સાડી પહેવાનું શરુ કર્યું.
બસ, ત્યારથી તેઓ 'કલકત્તાની અમ્મા' બની ગયાં. આધિ, વ્યાધિ, ઉપાધિ અને લાચારીમાં સબડતા, સડતાની આ 'અમ્મા' સડી ગયેલાં, ગંધ મારતા, ગરીબોના ઘા તેઓ પ્રેમ અને કાળજીથી સાફ કરતા, પાટાપીંડી કરતા અને તેમનામાં તેઓ ભગવાનને જોતાં.
મધર ટેરેસાના આવા કઠિન સેવાકાર્ય મટે ભગવાને બીજી બહેનોને મોકલી આપી.. કલકત્તાની ગંદી ગલીઓમાં, સડી ગયેલા, ઉંદરોએ કોચી ખાધેલ મરતા માનવોની સેવામાં મધરે પોતાની જીંદગી ઘસી નાખી 'ગરીબો'ની સેવા એ જ સાચી પ્રભુભક્તિ છે. એ મંત્ર તેમણે જિંદગીના છેલ્લા દમ તક જીવી બતાવ્યો...
આવા કમનસીબોની સેવાથી મધર ટેરેસાને ઘણી જ શાંતિ અને સંતોષ મળતો. કલકત્તાના કાલી મંદિરના દર્શને ભારતભરના યાત્રીઓ આવતા. મધરે ત્યાં એક ઘર બનાવ્યું. 'નિર્મલ હૃદય'. ભૂખ્યાં, કુપોષિત ગરીબ બાળકો માટે એક ઘર ખોલ્યું 'શિશુ ભવન'. કલકત્તાની આ સાંકડી ગલીઓમાં સેંકડોની સંખ્યામાં રક્તપિત્તીયાં જોવા મળતા. મધર ટેરેસાએ આવાં માટે એક ઘર ખોલ્યું સડીને ભયંકર દુર્ગંધ મારા આ દર્દીઓના કીડા પડી ગયેલા ઘાને મધર ધોતા, પાટાપિંડી કરતા, કોઈ જાતના સ્વાર્થ વગર મધર ટેરેસાએ કલકત્તના ગરીબ ગુરબાને એક 'મા'નો પ્રેમ અને વ્હાલ પૂરા પાડયા હતા. તેમની સેવાથી આકર્ષાયને સૌ તેમને 'મધર'ના હુલામણા નામથી કલકત્તામાં બોલાવે છે.
તેમના પ્રેમ અને સેવાના કાર્યથી આકર્ષાય, વિશ્વ ભરની બહેનો મધરને મદદ કરવા આવવા લાગી. તેઓ સાધ્વી બની આ કાર્ય કરતાં આજે વિશ્વના ૧૨૦ દેશોમાં સેવાના આ મહાન યજ્ઞામાં જુવાન બહેનો જોડાઈ છે, મધરની અવિરત સેવાની નોંધ સારા વિશ્વએ લીધી. મધર ટેરેસાને વિશ્વના ૧૬૬ દેશોમાંથી ૭૦૦થી વધારે પુરસ્કારો એનાયત થયા છે. ૧૯૬૨મં પદ્મશ્રી, ૧૯૭૨માં જવાહરલાલ નેહરુ પુરસ્કાર, ૮૦માં ભારત રત્ન અને ૧૯૭૯માં મધરને 'નોબેલ પીસ પ્રાઇઝ' આપવામાં આવ્યો. ઇસુના પ્રેમ અને કરુણાને મધરે વિશ્વ આખામાં પ્રસાર્યો મધરને કલકત્તાનું તેમનું 'મધર હાઉસ' બહુ ગમતું.
૧૯૮૩માં મધર ટેરેસાને પ્રથમ હૃદયરોગનો હુમલો થયેલો પોતાના સ્વાસ્થ્યની લગીરેય પરવા કર્યા વગર મધરે સેવાના કાર્યો ચાલુ જ રાખ્યા. રોગચાળો, ધરતીકંપ, પૂર કે બીજી કોઈ પણ આફત આવી પડી હોય ત્યાં મધર ટેરેસા દોડી જતા તેઓ માટે જનસેવા એ જ પ્રભુભક્તિ હતી. કલાકો સુધી કલકત્તાના નાના દેવાલયના અંધારા ખૂણામં લીન થઈ જતાં તેમના હાથમાં કે તમની સાથે તેમની ગુલાબમાળા (મણકાની જપમાળા) રાખતા.
ધીરે ધીરે વધતી ઉંમર અને અવિરત પરિશ્રમથી તેમની તબિયત લથડવા લાગી... અત્યાર સુધી તેમના ધર્મમંડળના તેઓ વડા હતાં... ૧૯૯૭થી તેમણે એ જવાબદારી સિસ્ટર નિર્મલાને સોંપી... શરીરથી મધર સાવ ઘસાઈ ગયા હતાં ૫મી સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ મધર ટેરેસા પરમ શાંતિમાં તેમના વહાલસોયા ઇસુ ભવાનમાં ચિર શાંતિમાં લીન થઈ ગયા... ૮૭ વર્ષની આ સાધ્વીએ પોતાનું દિલ, દેહ, દિમાગ ભારતનાં- વિશ્વ આખાના ગરીબોમાં વાપરી નાખી, આપણે સૌ માટે એક 'જીવન જીવવાનો રાહ' મૂકી ગયા... તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ મધર ટેરેસાને 'માનવતાની મહેક' તરીકે ઓળખ આપી, ભારત વતી મધરને શ્રદ્ધાંજલિ આપી હતી.
કલકત્તાના 'મધર હાઉસ'માં મધર ટેરેસાના દેહને દફનાવવામાં આવ્યો. વિશ્વભરના હજારો મધરપ્રેમીઓ રોજ આ કબર આગળ મધરને આવીને યાદ કરે છે... પ્રેમ, ક્ષમા, બલિદાન, દયા, ગરીબો માટેની અવિરત ચાહના અને ભારત દેશ માટે અનહદ પ્રેમ દર્શાવનાર આજે પ્રભુના દરબારમાં આપણા સૌના માટે વિનંતી કરે છે... આ કરૃણામૂર્તિ, માનવતાની મહેક અને સર્વોત્તમ જીવ અસીમમાં લીન થઈ ગયો છે.
૨૦૧૬ના સપ્ટેમ્બરની ૪થી તારીખે રોમની વેટિકન નગરીમાં મધર ટેરેસાને હાલના નામદાર પોપ ફ્રાન્સિસ એસ. જે. સંતની પંક્તિમાં મૂકીને એક સાચી શ્રદ્ધાંજલિ અર્પવાના છે. અમદાવાદથી (હાલ સિરિયા)માં ફાધર સેટ્રીક પ્રકાશ આ વિધિમાં ભાગ લેશે.. વેટિકન તરફથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પાવન વિધિમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજે મધરનો અક્ષરદેહ રહ્યો નથી પણ, તેમના કૃત્યો સેવાના અવિરત બલિદાનો અને એક વ્હાલસોઈ માતાની યાદો રહી છે... ૨૧મી સદીના આ મહન સંતને વિશ્વના ૧૮૭ દેશોએ શ્રદ્ધાંજલિ અર્પી છે.. સેવામૂર્તિ મધરને લાખ લાખ વંદન...!!
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 3 September 2016
♥ સંત મધર ટેરેસા ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.