આજે એલપીજી રાંધણગેસ અને ગેસના ચૂલાનો ઉપયોગ સરળ અને વ્યાપક બન્યો છે. પરંતુ ગેસ વડે ચૂલા સળગાવવાનો ઇતિહાસ બહુ જૂનો અને રસપ્રદ છે.પેટ્રોલિયમ ગેસ નહોતો તે ત્યારે પણ ગેસના ચૂલા હતા તે જાણીને નવાઈ લાગે.
♥ ૧૮ મી સદીમાં વાયુઓ અંગે ઘણાં સંશોધનો થયા તેમાં કેટલાક વિજ્ઞાનીઓએ કૃત્રિમ જવલનશીલ ગેસ પેદા કરવાની પધ્ધતિ પણ વિકસાવેલી. કોલસા, લાકડા કે તેલને ઓછા ઓક્સિજનવાળી ભઠ્ઠીમાં સળગાવી ગેસ પેદા કરાતો.
♥ આ પ્રકારે તૈયાર કરેલા ગેસને નળી દ્વારા દૂર લઈ જઈ નળીને છેડે સળગાવી શકાતો, ફ્રાન્સના ફિલિપ લેબીન અને ઇગ્લેન્ડમાં વિલિયમ મર્ડોકે આ ગેસ વડે ચૂલા સળગાવવાના અખતરા કર્યા અને તે સફળ પણ થયેલા. આ રીતે ઇ.સ. ૧૮૧૨માં રાંધણગેસ અને ચૂલાની શરૃઆત થઈ. અમેરિકા અને યુરોપમાં ગેસ કંપનીઓ બની.
♥ આ બધી કંપનીઓ પાઈપ દ્વારા જરૃર હોય ત્યાં અને ઘરે ઘરે ગેસ પૂરી પાડતી. લંડનમાં સ્ટ્રીટ લાઈટમાં પણ આવી ગેસ લાઈન વડે દીવા થતા.
♥ ઇ.સ. ૧૮૫૦ ની આસપાસ નેપ્થા, વ્હાઈટગેસ પેરાફિન વગેરે જવલનશીલ પદાર્થોની ટાંકીઓ વાળા સ્ટવ બન્યાં.
♥ ઇ.સ. ૧૮૨૬માં જેમ્સ શાર્પ નામનીએ ગેસમાં નવી જાતના બર્ર્નરવાળો ચૂલો બનાવ્યો. પરંતુ તે સમયે ગેસને પાઈપ લાઈન વડે વધુ અંતર સુધી લઈ જવામાં મુશ્કેલી હતી.
♥ ઇ.સ.૧૮૮૫માં રોબર્ટ બન્સેન નામના વિજ્ઞાાનીએ બન્સેન બર્નર શોધ્યુ. જેમાં બર્નર ગેસની સાથે થોડી ઓક્સિજન બળે તેવી વ્યવસ્થા હતી. આ બર્નરને કારણે પ્રેટ્રોલિયમનો રાંધણગેસ તરીકે ઉપયોગ શક્ય બન્યો. આજે આપણા રસોડામાં ગેસના ચૂલાના બર્નર બન્સેન બર્નરનું આધુનિક સ્વરૃપ છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday 13 August 2016
♥ ગેસના ચૂલાનો રસપ્રદ ઇતિહાસ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.