૧. અનુષ્ઠાન : એટલે કોઈ પણ મંત્રના કરેલા સવા લાખ જપ. ( વિધિમુજ્બ)
૨. સંસ્કૃતિ : એટલે પેઢીઓના ભેગા થયેલા સારા સંસ્કારોની પ્રવૃત્તિ.
૩. ધ્યાન : એટલે તમે ધ્યાન ધરો છો તેનું પણ ધ્યાન ન રહે તે ધ્યાન.
૪. યોગ : એટલે ખુદની ખુદા સાથે મુલાકાત.
૫. પ્રાર્થના : એટલે ભક્તની ભગવાન સાથે સીધી વાતચીત.
૬. અધ્યાત્મ : એટલે અંતિમ સત્યની ખોજ. પરમાત્મા તરફ આત્માની ગતિ.
૭. દયા : એટલે બીજાના દુ:ખને પોતાનું માની દૂર કરવાની ચેષ્ટા.
૮. મૃત્યુ : એટલે ચૈતન્યની ગેરહાજરી-સૃષ્ટિનું હોવું અને આપણું ન હોવું.
૯. અસ્મિતા : એટલે આગવી ઓળખ. દા.ત. ગુજરાતની અસ્મિતા :ગરબા :
૧૦. ઇર્ષ્યા : એટલે બીજા કોઈ પણ પાસે તમારા કરતાં કશુંક વધારે છે તે.
૧૧. ભય : એટલે નિશ્ચિતતામાંથી અચાનક અનિશ્ચિતતામાં જવું.
૧૨. શ્રદ્ધા : એટલે સત્ + ઘા = સત્યને ધારણ કરવું. આસ્થા - વિશ્વાસ.
૧૩. ધર્મ : એટલે આત્મભાન સાથેનું ઇશ્વર વિશેનું આત્મજ્ઞાાન.
૧૪. ભજ્ન : એટલે ભક્તએ ભગવાન માટે ગાયેલું ભકિતનું ગીત.
૧૫.ગીતા : એટલે આચરણનું વ્યાકરણ. માનવજીવનનું વિજ્ઞાાન.
૧૬.લક્ષ્મી : એટલે સૌ કોઈના લક્ષનું અમી.
૧૭. પ્રેમ : એટલે એકબીજાથી એકબીજાને વધારે સુખ આપવાની હરિફાઈ.
૧૮. રાધા : એટલે પ્રેમની અવિરત ધારા.
૧૯. સ્મિત : એટલે ઇશ્વરની ભલામણ ચિઠ્ઠી.
૨૦. શુકન : એટલે ઉલ્લાસમય મન.
૨૧. અપશુકન : એટલે ખિન્ન મન.
૨૨. આળસ : એટલે કોઈપણ ઉદ્યમ વગરની નિરાંત.
૨૩.એકાંત : એટલે હું મારી સાથે છું જ્યાં પરમાત્માની હાજરી છે.
૨૪. ચિંતા : એટલે ઉછીની નહિ લીધેલી મૂડી ઉપરનું વ્યાજ.
૨૫. શાંતિ : સમગ્ર બ્રહ્માંડની મહામૂલી મિલકત એટલે શાંતિ.
૨૬. નિવૃત્તિ : એટલે વૃત્તિઓમાંથી નીકળી જવું પણ પ્રવૃત્તિમાંથી નહિ.
૨૭. પાપ. મન- વચન-કર્મ-થી કોઈપણ જીવને પહોંચાડેલું દુ:ખ.
૨૮.પુણ્ય : મન-વચન-કર્મ-થી કોઈપણ જીવને આપેલું સુખ.
૨૯. દાન : યોગ્ય વ્યકિતને, યોગ્ય સમયે, અપેક્ષા વિના આપેલ યોગ્ય વસ્તુ.
૩૦.ઇશ્વર : એટલે ઇશ=સત્તા વર=શ્રેષ્ઠ= જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્તા.
૩૧. મંદિર : એવું સ્થળ જ્યાં મનમાં માત્ર પવિત્ર વિચારો જ આવે છે.
૩૨. જ્ઞાન : જીવમાત્ર માટે જીવતરની સાચી સમજણ અને ઉપયોગ.
૩૩. નિયતિ- આયોજ્નપૂર્વક બધા માટે પહેલેથી જ નક્કી થઈ ગયેલું.
૩૪. ભક્તિ : ઇશ્વર-ભગવાનને સમજીને પામવાની ઉત્કટ લગની.
૩૫. મોક્ષ : એટલે એક પણ ઇચ્છા ન હોવી તે.
- પી.એમ.પરમાર
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.