આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 8 August 2016

♥ ભારતની જાણીતી પર્વતમાળાઓ ♥

હિમાલય પર્વતમાળા તો વિશ્વભરમાં જાણીતી છે. ભારતની ઉત્તરે લગભગ ૨૫૦૦ કિલોમીટર લાંબી આ પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ આવેલું છે. હિમાલય ઉપરાંત ભારતમાં અન્ય કેટલીક પર્વતમાળાઓ પણ જાણીતી છે.

વિંધ્યાચળ પર્વતમાળા 

મધ્ય પ્રદેશની સરહદે ગુજરાતમાંથી શરૃ થઈ મધ્યપ્રદેશના મિરજાપુર સુધી વિસ્તરેલી વિંધ્યાચળ પર્વતમાળા ૧૦૫૦ કિલોમીટર લાંબી છે અને સરેરાશ ૩૦૦૦ મીટર ઊંચી છે.

સાતપુડા

દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રના કિનારેથી શરૃ થઈ મહારાષ્ટ્રમાં વિસ્તરેલી સાતપુડા પર્વતમાળા ૯૦૦ કિલોમીટર લાંબી છે. તાપી અને નર્મદા નદીને સમાંતર આવેલી આ પર્વતમાળા સરેરાશ ૧૦૦૦ મીટર ઊંચી છે.

અરવલ્લી

સાબરમતી નદીનું મૂળ અરવલ્લીની પર્વતમાળામાં છે. રાજસ્થાનમાં આવેલી આ પર્વતમાળા ૮૦૦ કિલોમીટર લાંબી છે અને છૂટાછવાયા પહાડોની બનેલી છે. માઉન્ટ આબુ આ પર્વતમાળાનું સૌથી ઉચું શિખર છે તેની ઊંચાઈ ૧૭૨૨ મીટર છે.

સહ્યાદ્રી કે વેસ્ટર્નઘાટ

દક્ષિણ ગુજરાતના માથેરાનથી શરૃ થઈ મહારાષ્ટ્રમાં ૧૬૦૦ કિલોમીટર વિસ્તરેલી છે તે છેક દક્ષિણ ભારતના કેરળ સુધી લંબાયેલી છે અને સરેરાશ ૧૦૦૦ મીટર ઊંચી છે.

જાવાડી હિલ્સ કે ઈસ્ટર્ન ઘાટ

દક્ષિણ ભારતની ક્રિષ્ના, કાવેરી ગોદાવરી અને મહાનદીના પટમાં આવેલી જાવાડી હિલ્સ સરેરાશ ૧૦૦૦ મીટર ઊંચી છે. તમિલનાડુમાં આવેલું નિલગીરી શિખર તેનું મધ્ય કેન્દ્ર છે. આ પર્વતમાળાને ઈસ્ટર્ન ઘાટ કહે છે તેનું સૌથી ઊંચું શિખર જિંદાગાડા ૧૬૫૭ મીટર ઊંચું છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.