ટીવીના સ્ક્રીન ઉપર નજીક જઈને જોશો તો તેનું આખું ચિત્ર સુક્ષ્મ ટપકાંનું બનેલું જોવા મળશે. આ ટપકાં આડી અને ઊભી રેખામાં તદૃન નજીક નજીક હોય છે. એટલે દૂરથી સળંગ ચિત્ર દેખાય છે. આ ટપકાંને પિકસલ કહે છે.
આપણી આંખમાં પ્રકાશના કિરણો જોવા માટે ૧૩ કરોડ જેટલા કોશો હોય છે. આ કોશોને રોડ અને કોન કહેવાય છે. આપણી આંખ તદૃન નજીકથી ટપકાં જોઈ શકે છે. આંખની ક્ષમતા ૧૩૦ મેગાપિકસલની છે.
સમાન્ય ટીવી એક ઇંચમાં ૭૦ % ઊભા અને ૫૦૦ આડા પિકસલની હરોળથી બનેલાં હોય છે. એટલે તેને ૦.૩૩ મેગાપિકસલ કહે છે.
એચ.ડી.ટીવી એટલે હાઈ ડેફીનેશન સ્ક્રીન. તેમાં ૧૯૨૦ આડા અને ૧૦૮૦ ઊભા પિસકલથી ચિત્ર બને છે. પરિણામે ટપકાં નજીક નજીક અને ઘટ્ટ હોય છે. આપણે એચડી ટીવીને નજીકથી જોઈએ તો પણ ટપકાં દેખાય નહીં. વળી ટીવીના સ્ક્રીનનું માપ પણ આપણી આંખના દૃષ્ટિ વ્યાપને અનુકૂળ હોય છે.
તદ્દન ચોરસ સ્ક્રીન કોઈને જોવો ગમે નહીં. એચ.ડી.ટીવીમાં વધુ મોટા સ્ક્રીન ઉપર સ્પષ્ટ ચિત્રો મેળવી શકાય છે અને ચિત્રો ધ્રુજતાં નથી. સામાન્ય ટીવી કરતાં એચ.ડી. સ્ક્રીનનું ઝડપથી સ્કેનિંગ થતું હોય છે એટલે ચિત્રો સ્થિર લાગે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Monday, 18 July 2016
♥ એચ.ડી.ટીવી. એટલે શું ? ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.