આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 31 July 2016

♥ અમૃતસર સુવર્ણમંદિરની રહસ્યમય વાતો ♥

જે હર્મિંદર સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે, આ મંદિર દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે માત્ર શીખ સમુદાયના લોકો જ નહીં પરંતુ દરેક ધર્મના લોકો એટલી જ શ્રદ્ધાથી આવે છે.

આ ગુરુદ્વારા પવિત્ર અમૃતસર નગરમાં છે અને તે આજે ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે. આ મંદિરની સુંદરતા મનને લુભાવે છે અને તે પ્રવાસીઓમાં એક ખાસ ધાર્મિક મહત્વ રાખે છે.તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ઉપરાંત તેના કેટલાંક રસપ્રદ અને અનોખી વાતો પણ છે. આવો જાણીએ આ ઐતિહાસિક સુવર્ણ મંદિર વિશેની રહસ્યમય વાતો.

મંદિરને જ્યારે શરૂમાં બનાવવામાં આવ્યું તો તેમાં સોનાની પોલિસ ન્હોતી કરવામાં આવી. 19મી સદીમાં પંજાબના રાજા મહારાજા રણજીત સિંહના કાર્યકાળમાં તેનું રિનોવેશન કરવામાં આવ્યું. ત્યારબાદ તેનું એ સ્વરૂપ સામે આવ્યું જે હાલમાં દેખાય છે.


આ મંદિર બન્યું તે પહેલા આ સ્થળ પર શીખોના પ્રથમ ગુરુ, ગુરુ નાનકજીએ ધ્યાન કર્યું હતું. શીખોના પાંચમાં ગુરુ, ગુરુ અંજાનના સમયમાં આ મંદિર બન્યું હતું.

આ એક પવિત્ર સ્થાન છે, જ્યાં આવનારા 35 ટકા પ્રવાસીઓ શીખ ઉપરાંત અન્ય ધર્મોને માનનારા છે

ધાર્મિક કાર્યક્રમોમાં અત્રે લાગનાર લંગરમાં 2 લાખથી પણ વધારે લોકો ભોજન પ્રસાદી મેળવે છે. અને તેનાથી વધારે આશ્ચર્યની વાત છે કે આ તમામ ભોજન ભક્તો દ્વારા જ દાન કરવામાં આવે છે.

અત્રેની સીઢીયો અન્ય પવિત્ર સ્થાનોની જેમ ઉપર નથી જતી, પરંતુ નીચેની તરફ જાય છે. તેની ડિઝાઇનમાં દેખાડાને સ્થાને વિનમ્રતા દેખાય છે. આ આખું મંદિર શહેરના લેવલથી નીચેની તરફ આવેલું છે.


દરેક સવારે ગુરુગ્રંથ સાહિબ (શીખોનો ધાર્મિક ગ્રંથ)ને અકાલ તખ્ત સાહિબથી ફુલો અને ગુલાબ જળની સાથે સોનાની પાલકીમાં મંદિરના દરબાર હોલમાં લાવવામાં આવે છે. પવિત્ર ગુરુગ્રંથ સાહિબને પાછા અકાલ તખ્તમાં લઇ ગયા બાદ સંપૂર્ણ દરબારને દૂધથી ધોવામાં આવે છે.

હાથોથી પેઇન્ટ કરવામાં આવેલ ચિત્રો અને કલાકૃતિઓથી આ મુગલ અને ભારતીય વાસ્તુકલાનું એક નાયાબ નમૂનો પ્રતીત થાય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.