♥ વાંસને હવે માત્ર ઠાઠડી બાંધતી વખતે જ યાદ કરાય છે. વાંસના ઝાડ આંબા કરતાંય મોભાદાર છે.
♥ આંબો દસ વર્ષે કેરી આપે તો વાંસ ૩૦ વર્ષે, ૬૦ વર્ષે કે ૧૨૦ વર્ષે નવા ફૂલ મુકીને તેનાં બીજ આપે છે. વાંસ વિષે આપણું જ્ઞાન મર્યાદિત છે.
♥ વાંસના વૃક્ષનાં પાંદડામાં બીજા ઘાસ કરતા ચાર ગણું પ્રોટીન હોય છે.
♥ તેનામાં સિલિકા ધાતુના અંશ હોઇ તે અત્યંત મજબૂત છે.
♥ હોંગકોંગની બહુમાળી ઇમારતો બાંધવા વાંસના માંચડા હજી કામે લેવાય છે.
♥ વાંસના માવામાંથી ઉત્તમ કાગળ પણ બને છે.
♥ દરેક વાંસના વૃક્ષની અંદર એક આંતરિક ઘડિયાળ છે. ચીન, મલેશિયા કે ગુજરાત કે આસામના વાંસના રોપને તમે જગતના કોઇ પણ છેડે લઇને રોપી દો. બધા જ દેશોના વાંસના વૃક્ષ પર એક જ દિવસે ફૂલ ઉગશે. એક જ દિવસે બીજ ખીલીને ખેરવાઇ જશે અને કુદરતી રીતે એક જ દિવસે વાંસનું વૃક્ષ સુકાઇને ઢળી પડશે!
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 30 July 2016
♥ વાંસના ઝાડ વિશે તમે કેટલું જાણો છો? ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.