આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 15 July 2016

♥ રાક્ષસ જેવું બિહામણું જીવડું : ટસ્ક્ડ વેટા ♥

માખી, મચ્છર અને કીડી મકોડા જંતુ જેવા દેખાય પરંતુ માઈક્રોસ્કોપ કે બિલોરી કાચમાંથી તેમના માથા જુઓ તો ડરામણાં લાગે. મચ્છરના ગોળાકાર માથા ઉપર ઉપસી આવેલા મોટા ડોળા બિહામણાં લાગે.

પરંતુ જંતુઓની દુનિયામાં સૌથી બિહામણું જીવડું ટસ્કડ વેટા. તે તદ્દન રાક્ષસ જેવું જ દેખાય છે.

ન્યુઝિલેન્ડના દરિયાકિનારાના વિસ્તારમાં ૧૧ જાતના ટસ્ક્ડવેટા જોવા મળે છે. તેને જાયન્ટ વેટા પણ કહે છે.

આ જીવડું તેના લાંબા પગ  અને માથા પરના એન્ટેના સહિત ૪ ઈંચ લાંબા હોય છે. જંતુઓની દુનિયામાં આ સૌથી ભારે જીવડું છે. તેનું વજન ૪૦ થી ૭૦ ગ્રામ સુધીનું હોઈ શકે છે.

જાયન્ટ વેટાનું નામ માઓરી ભાષાના વેટાપુંગા શબ્દ પરથી બન્યું છે. તેનો અર્થ થાય 'કદરૂપા વિશ્વનો દેવ' .

વેટા જાતિના જીવડામાં ટસ્ક્ડ વેટા તો રાક્ષસ જેવું જ દેખાય છે. તેના માથે અણીદાર શિંગડા હોય છે. ટસ્કડ વેટાના કાન તેના ઘૂંટણમાં હોય છે. વેટાને શ્વાસ લેવા માટે ફેફસાં નથી પરંતુ શરીર પરના કવચ દ્વારા જ હવામાંથી ઓક્સિજન મેળવે છે.

ટસ્કડ વેટા સૌથી વજનદાર જીવડું તો છે જ પરંતુ આયુષ્ય પણ સૌથી વધુ ભોગવે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.