આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 15 July 2016

♥ બુદ્ધિમતાના આંકનો શોધક - આલ્ફ્રેડ બિનેટ ♥


'આઇ કયૂ' એટલે ઇન્ટેલિજન્ટ કવોશન્ટ બુદ્ધિમતાના  આંક તરીકે જાણીતો છે. બુદ્ધિમતાના આંકનો ઉપયોગ ઘણા ક્ષેત્રમાં થાય છે.

વિધાર્થીઓમાં અભ્યાસની ગ્રહણશક્તિ, નોકરીમાં માણસની ક્ષમતા, કોઈ પ્રદેશના લોકો કે સમૂહનો. બુદ્ધિમતાના કે અન્ય ક્ષેત્રોમાં માણસની બૌદ્ધિકક્ષમતા જાણવા માટે આ ટેસ્ટ વપરાય છે. ટેસ્ટમાં ક્યારેક ચિત્રો દર્શાવીને, ઉખાણાં કે પઝલ્સ પૂછીને , સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ ગણિતના ઉખાણા વગેરેના સવાલ કરી તેનું વિશ્લેષણ કરી બુદ્ધિમતાના આંક દર્શાવાય છે. ઘણા વિજ્ઞાનીઓએ પોતપોતાની પધ્ધતિઓ વિકસાવી છે. પરંતુ બુદ્ધિમત્તાના આંકની પ્રથમ શોધ આલ્ફ્રેડ બિને અને થિયોડોર સિમોન નામના વિજ્ઞાનિઓએ કરેલી તેને આલ્ફ્રેડ સિમોન ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કહે છે. બિને મનોવિજ્ઞાની હતો તેણે શાળાના વિદ્યાર્થીઓની ગ્રહણક્ષમતા માટે આ પધ્ધતિ વિકસાવેલી.

આલ્ફ્રેડ બિનેટનો જન્મ ફાન્સમાં નાઈસ શહેરમાં ઇ.સ. ૧૮૫૭ ના જુલાઈની ૮ તારીખે થયો હતો.

તેના બાળપણ દરમિયાન જ માતા પિતાએ છૂટાછેડા લીધાં હતા. બિનેટનો ઉછેર તેની માતાએ કર્યો હતો. સ્થાનિક લૂઈસ ગ્રાન્ડ સ્કૂલમાં  તેણે માધ્યમિક અભ્યાસ કર્યો હતો. શાળામાં તે બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. સાહિત્ય અને અનુવાદની હરીફાઈઓમાં તેને ઘણાં ઇનામ મળેલા, બિનટને કાયદા અને તબીબી વિજ્ઞાનનો શોખ હતો. ભણવા માટે તેણે કાયદાનો અભ્યાસ કર્યો અને ડિગ્રી મેળવી પણ કારકિર્દીમાં મનોવિજ્ઞાાન ક્ષેત્ર પસંદ કર્યું.

ફાન્સના પ્રખ્યાત બિબિલિઓ થિક ડી ફાન્સમાં તેને મનોવિજ્ઞાનના સંશોધનો કરવાની મંજૂરી મળી.

ઇ.સ . ૧૮૮૪માં તેણે લગ્ન કર્યા. તેને બે બાળકીઓ હતી. બિનેટે તેની પુત્રીઓનાં વર્તન, સમજદારી વિગેરેનો ઊંડો  અભ્યાસ કરી બાળમાનસ અંગે ઘણાં સંશોધનો કર્યાં.

ઇ.સ. ૧૮૯૪માં સોર્બોન લેબેરેટરીના વડા તરીકે તેને નિમણુક મળી. સરકારે પણ તેના સંશોધનોમાં ઘણી મદદ કરી. ફાન્સ સરકારના શિક્ષણથી વંચિત રહેતા બાળકોના પંચમાં તેની નિમણૂક થઈ. આ દરમિયાન તેણે સિમોનની મદદથી બાળકોની ભણવાની ક્ષમતાની કસોટી માટે પધ્ધતિ વિકસાવી અને બુદ્ધિમતાના આંક જાણવાની પધ્ધતિનો પાયો નાખ્યો. સિમોને માણસના વર્તન અંગે અભ્યાસ અને  સંશોધનો કર્યા હતા.

ઇ.સ. ૧૯૧૧ ના ઓકટોબરની ૧૮ તારીખે તેનું અવસાન થયું હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.