


સસ્તન પ્રાણીઓમાં ચામાચિડિયું એક જ એવું પ્રાણી છે કે જે ઊડી શકે. ચામાચિડિયાને પીંછાની નહી પણ પાતળી ચામડીની બનેલી પાંખો હોય છે. મલેશિયામાં પણ એક વાનરને આવી પાંખો હોય છે. જોકે આ વાનરો ચામાડિયાની જેમ મુક્ત રીતે ઊડી શકતાં નથી પરંતુ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકો મારતી વખતે પાંખો ફેલાવે છે અને ઊડતા હોય તેવું લાગે છે. આ વાનરનું નામ કોલુગો છે.
મલેશિયાના જંગલોમાં જોવા મળતા કોલુગો નાનકડા વાનર છે. દોઢથી બે ફૂટ લાંબા આ વાનર રાખોડી રંગના હોય છે. તેની પૂંછડી ઘણી ટૂંકી હોય છે. મોટાભાગના વાનરોની જેમ કોલુગો પણ ફળો અને વનસ્પતિના પાન ખાઈને જીવે છે. ક્યારેક શહેરમાં પણ આવી ચઢે છે.
કોલુગોનો દેખાવ વિચિત્ર છે. મોટી ગોળાકાર આંખો તેની વિશેષતા છે. કોલુગોના દાંત કાંસકા જેવા હોય છે. ઝાડના વૃક્ષની લીલી છાલ દાંત વડે ઉખેડીને ખાય છે. ઊંચા વૃક્ષની ટોચેથી પાંખો ફેલાવી કૂદકો મારી જમીન પર ઉતરતા કોલુગોને જોવા એ એક લહાવો છે. મલેશિયાનું આ લોકપ્રિય પ્રાણી છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.