



♣ ડિસેમ્બર મહિનો આવી ગયો છે. તો ક્રિસમસની તૈયારી તો શરૃ થઈ જ ગઈ હશે. બધાં જ લોકો પોતપોતાની રીતે પોતાના ક્રિસમસ ટ્રી બનાવવામાં લાગી ગયાં હશે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં ડેવિડ રિચાર્ડે એટલું મોટું ક્રિસમસ ટ્રી બનાવ્યું. ડેવિડ રિચાર્ડ ઘણા સમયથી આ કામ પાછળ લાગ્યા હતા અને અંતે તેમનું ક્રિસમસ ટ્રી નવેમ્બરમાં પૂરું થઈ ગયું હતું.
♣ આ ક્રિસમસ ટ્રી કોઈ ૨૦ માળનાં બિલ્ડિંગ જેટલું ઊંચું છે અને તેની ઉપર ૫, ૧૮, ૮૩૮ એલઈડી લાઇટ્સ લગાવીને સુંદર મજાનું ડેકોરેટ કર્યું હતું.
♣ આ કામ ડેવિડ રિચાર્ડ્સે કોઇ કામદારોની મદદથી નહીં પણ પોતે અને પોતાના પરિવારને આની અંદર સામેલ કરીને કર્યું હતું. આ આર્ટિફિશિયલ ક્રિસમસ ટ્રી મુખ્યત્વે પ્લાસ્ટિકનું બનાવવામાં આવ્યું હતું અને તેની ઉપર નાના નાના બલ્બ્સ, લાઇટિંગ સિરીઝ, એલઈડી લાઇટ વગેરે લગાવીને સજાવવામાં આવ્યું હતું. આખા ટ્રીને સજાવી લીધા બાદ ઓસ્ટ્રેલિયામાં આ ટ્રીને જાહેર જનતાને જોવા માટે રાખેલું છે, જે ખાસ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
♣ ડેવિડને પોતાના આ કાર્ય બાદ ગિનિસ રેકોર્ડની બુકમાં તો સ્થાન મળ્યું જ છે અને સાથે સાથે ગિનિસ રેકોર્ડ્સ તરફથી ધ લાઇટમેન એવું નવું નામ પણ મળી ગયું છે.
♣ આ પહેલાં સૌથી મોટું લાઇટિંગવાળું ટ્રી બનાવવાનો ગિનિસ રેકોર્ડ જાપાનના નામે હતો. જેમણે ૩,૭૪,૨૮૦ લાઇટ્સ લગાવીને રેકોર્ડ બનાવ્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.