→ ૧૮૯૩માં શિકાગો ખાતે વિશ્વ હિન્દુ પરિષદનું પ્રતિનિધિત્વ કરનાર આપણા માનવંતા સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તામાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩માં થયો હતો. સ્વામી વિવેકાનંદનું નાનપણનું નામ નરેન્દ્ર હતું.
→ સ્વામી વિવેકાનંદનો જન્મ ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. શરૂઆતથી જ નાના વિવેકાનંદને પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી, જ્યારે માતાએ ધાર્મિક સ્વભાવથી તેમની વિચારસરણીમાં આધ્યાત્મનું મહત્ત્વ લાવવાની શરૂઆત કરી હતી. સ્વામી વિવેકાનંદની વાંચન જિજ્ઞાાસા પહેલેથી જ ખૂબ રહી છે, તેથી જ તેમણે વેદ, પુરાણ, ઉપનિષદ,મહાભારત, ભાગવદગીતા, રામાયણ વગેરેમાં ઊંડો રસ લઈ તેનું વાંચન કરેલું હતું. આ બધા જ ઉપનિષદને વિવેકાનંદ પોતાના જીવનમાં ઉતારવાનો હંમેશાં પ્રયત્ન કરતા.
→ સ્વામી વિવેકાનંદે કોલેજનો અભ્યાસ દરમિયાન અધ્યાપકોમાં બહુ માનીતા હતા. સ્કોટીશ કોલેજના અભ્યાસકાળ દરમિયાન ત્યાંના આચાર્ય ડો. વિલિયમ હેસ્ટીએ લખ્યું હતું કે, "હું દેશ-વિદેશમાં બધે જ ફર્યો છું, પરંતુ જર્મન યુનિર્વિસટીના તત્ત્વજ્ઞાાનના વિદ્યાર્થીઓમાં વિવેકાનંદ જેટલો પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી બીજો કોઈ જોવા મળ્યો નથી." આમ, બૌદ્ધિક દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ પહેલેથી જ ખૂબ પ્રતિભાશાળી હતા.
→ વિવેકાનંદને બાળપણથી જ ઈશ્વરની અનુભૂતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્ય જાણવામાં ખૂબ જ રસ રહેતો, તેથી તેઓ ખૂબ નાની ઉંમરથી જ અલગ અલગ ધાર્મિક અગ્રણીઓને મળતા રહેતા. તે બ્રહ્મોસમાજમાં જતા. બ્રહ્મોસમાજના લોકોને ર્મૂિતપૂજા કરતાં નિરાકાર ભગવાનની ભક્તિ કરવાનું સમજાવતા.બ્રહ્મોસમાજમાં વિવેકાનંદની રસ-રુુચિ પણ આ કારણોસર જ થઈ હતી. વિવેકાનંદના શરૂઆતના વિચારોનું ઘડતર બ્રહ્મોસમાજ દ્વારા જ થયું હતું, તેથી વિવેકાનંદ બ્રહ્મોસમાજમાં જોડાયા અને તેમના વિચારોને આગળ વધારી સમાજના લોકોને સમજાવવાનું કાર્ય હાથમાં લીધું હતું.
→ ગુરુ-શિષ્યની જોડીમાં સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની જોડીનો કોઈ જોટો જડે તેમ નથી, પરંતુ પ્રારંભમાં સાવ સામાન્ય દેખાતા એવા રામકૃષ્ણ પરમહંસના વિચારો સમક્ષ વિવેકાનંદે બળવો પોકાર્યો હતો. પરંતુ ધીમે ધીમે જેમ જેમ રામકૃષ્ણ સાથે મુલાકાતો વધતી ગઈ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ તરીકે સ્વીકાર કરી તેમના વિચારોને ખુદના જીવનમાં અપનાવવા માંડયા હતા.
→ સ્વામી વિવેકાનંદ જ્યારે પણ કોઈ વિદ્વાનને મળતાં ત્યારે તેમને માત્ર એક જ સવાલ પૂછતાં કે ઈશ્વર ખરેખર છે? અને જો હોય તો તે કઈ રીતે છે? આ સવાલનો વિવેકાનંદને સંતોષ થાય એવો જવાબ માત્ર રામકૃષ્ણ પાસેથી જ મળ્યો હતો.
→ આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરુદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ગયા હતા. વિવેકાનંદના વક્તવ્યનો પ્રભાવ લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. સ્વામી વિવેકાનંદને પણ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝની જેમ જ ભારતના નિર્માતાઓ પૈકીમાંના એક ગણવામા આવે છે.
→ સ્વામી વિવેકાનંદે એ વખતે એક સ્લોગન દરેક યુવાધનને આપેલું કે, 'ઊઠો, જાગો અને ધર્મ પ્રાપ્તિ માટે લાગ્યા રહો.લ્લ આ સ્લોગન આજના યુવાધન માટે અને આવનારી અનેક પેઢીઓ માટે ખૂબ જ આઇકોનિક બની રહેશે. વળી, સ્વામી વિવેકાનંદે પોતાની માતાએ આપેલું એક વાક્ય પોતાના જીવનમાં ખૂબ જ દૃઢપણે ઉતાર્યું હતું કે તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો, પોતાના આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન ઉપર કદી અતિક્રમણ ન કરો.
→ સાભાર '' સંદેશ '' ન્યુઝપેપર ...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.