એક કિલોમીટર (3300 ફૂટ)થી વધુ ઊંચી વિશ્વની પહેલી ઈમારત
- વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ: સાઉદી અરબના જેદ્દામાં કિંગ્ડમ ટાવરનું 78 અબજ રૂપિયાના ખર્ચે નિર્માણ, 157 માળ બનશે, 59 લિફ્ટ ચાલશે
શિકાગોના આર્કિટેક્ટ એડ્રિયન સ્મિથ આકાશને આંબતી ઈમારતોની ડિઝાઈન માટે પ્રખ્યાત છે. તેમણે વિશ્વની સૌથી ઊંચી ઈમારત દુબઈની બુર્જ ખલિફા (ઉંચાઈ 2722 ફૂટ) સહિત અનેક વિરાટ ઈમારતો બનાવી છે. હવે તે વધુ આગળ જઈ રહ્યા છે. સ્મિથ અને તેમના ભાગીદાર ગોર્ડન ગિલ જેદ્દા, સઉદી અરબમાં કિંગ્ડમ ટાવરના નિર્માણમાં રોકાયેલા છે. આ ઈમારત 2019માં પૂરી થશે ત્યારે તે એક કિલોમીટરથી વધુ અથવા લગભગ 3300 ફૂટ ઊંચી પહેલી ઈમારત હશે. આ વિશાળ ઈમારતમાં 59 લીફ્ટ હશે. પાંચ લિફ્ટ બે માળની હશે, જેથી એક વખતમાં બે માળ પર તે રોકાઈ શકે.
ઈમારતની 157 ઈમારતોનો ઉપયોગ કરી શકાશે. નિર્માણમાં 80 હજાર ટન સ્ટીલ લાગશે. સાઉદી અબજપતિ પ્રિન્સ અલવાલીદ બિન તલાલ જેદ્દાના નવા ઉપનગર કિંગ્ડમ સિટીમાં તેનું નિર્માણ કરાવી રહ્યા છે. કિંગ્ડમ ટાવરના નિર્માણ પર લગભગ 78 અબજ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. ખર્ચ વધી પણ શકે છે. બુર્જ ખલીફા પર 95 અબજરૂપિયાનો ખર્ચ થયો હતો. ઈમારતથી આર્થિક લાભ થવાની સંભાવના નથી. બુર્જ ખલીફાના અનેક ફ્લોર હજી સુધી ખાલી પડ્યા છે.
આમ પણ તેલના મૂલ્યોમાં ઘટાડાથી સાઉદી અરબની અર્થવ્યવસ્થાને ધક્કો લાગી શકે છે. સામાન્ય રીતે ગગનચૂંબી ઈમારતોનું નિર્માણ નાંણાં કમાવવા માટે કરવામાં આવતું નથી. સ્મિથ કહે છે કેટલાક લોકો કહે છે હું માત્ર ઈમારત બનાવવા માગું છું, મારી પાસે બહુ રૂપિયા છે. આ ડીંગો હાંકવાની તક પણ આપે છે. સ્મિથ એક કિ.મી. ઊંચી ઈમારતનું મોડેલ તેમની પાસે રાખે છે. તે કહે છે ઘણા સંશોધન બાદ આ મોડેલ બનાવાયું છે. તેમનું કહેવું છે, જો અનેક અબજો રૂપિયા લગાવવા માટે તૈયાર હોય તો એક કિ.મી. ઊંચી ઈમારત બની શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.