લગભગ દરેક કંપનીમાં હાલમાં આઈ.એસ.ઓ-૯૦૦૦નું નામ લેવામાં આવી રહ્યું છે. એ એનો જાદુઈ-મંત્રની જેમ ઉપયોગ કરી રહી છે. એક વાર જો કોઈ કંપનીને આઈ.એસ.ઓ. સર્ટિફિકેટ મળી જાય તો એવું સમજી લેવામાં આવે છે કે એ કંપની સફળતાની સીડી પર છે,પરંતુ વધારે પડતા લોકોને આઈ.એસ.ઓ-૯૦૦૦ વિશે કંઈ જ ખબર નથી. વધતી જતી હરીફાઈના કારણે કંપનીઓ પોતાનાં ઉત્પાદનોની ક્વોલિટી-ગુણવત્તા પર ધ્યાન આપે છે, પરંતુ કંપનીનું ઉત્પાદન એક ચોક્કસ ને સારી ગુણવત્તાવાળું છે કે નહીં એની સાબિતી હોવી જરૂરી છે. એની સાબિતી એક આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સંગઠન પોતાની આઈ.એસ.ઓ.-૯૦૦૦ સેવાઓ મારફત કરે છે. એટલા માટે જ આઈ.એસ.ઓ. જેનું આખું નામ 'ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન' છે. એની એક ક્વોલિટી સ્ટાન્ડર્ડ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આઈ.એસ.ઓ-૯૦૦૦ દુનિયાભરમાં ખૂબ જ અસરકારક રહી છે. આઈ.એસ.ઓ. ઓર્ગેનાઇઝેશન સ્વિટ્ઝર્લેન્ડની છે, પરંતુ દુનિયાભરમાં એના અનેક સભ્યો છે. આ સર્ટિફિકેટને અપનાવવા માટે દેશોને કોઈ કાનૂની કાર્યવાહીમાં પડવું નથી પડતું. ખરીદનાર માટે આ સર્ટિફિકેટ કંપની તરફથી કરવામાં આવેલા સારી ગુણવત્તાનો વાયદો છે. જ્યારે કે કંપની માટે સર્ટિફિકેટનો મતલબ છે એની પાસે ક્વોલિટી મેનેજમેન્ટની સિસ્ટમ છે, એટલે કે એનું કામ પદ્ધતિસરનું છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.