→ જાત જાતનાં ડાઇનોસોરનાં ચિત્રો, કાર્ટૂનો અને
ફિલ્મો ઘણાં લોકપ્રિય થયા છે. ડાઇનોસોર
રોમાંચક અને ઉત્સુકતા પેદા કરનારા પ્રાણી છે. જો
કે કોઈ વ્યક્તિએ જીવિત ડાઇનોસોર જોયા નથી.
→ પૃથ્વી પર ૨૩ કરોડ વર્ષ પહેલાં આ વિકરાળ
પ્રાણીઓ વસતા હતા. આજે ઘણા સ્થળોએથી
ખોદકામ કરતા આદિયુગના આ પ્રાણીઓના
અશ્મિઓ મળી આવે છે.
→ ઇ.સ. ૧૮૪૨માં અંગ્રેજ વિજ્ઞાની રિચાર્ડ ઓવને આદિયુગના આ પ્રાણીઓને ડાઇનોસોર નામ આપ્યું તેનો અર્થ થાય છે વિકરાળ, કદાવર અને શક્તિશાળી ગરોળી.
→ ૨૩ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર વસતા ડાઇનોસોર કેવા હતા તેની આજે કેવી રીતે ખબર પડી તે પણ જાણવા જેવું છે.
→ પૃથ્વી પર કેટલાક સ્થળોએ ખોદકામ કરતા કદાવર પ્રાણીઓના હાડકાના અશ્મિઓ મળી આવે છે. કોઈક સ્થળેથી ખોપરી તો કોઈક સ્થળેથી થાપાના હાડકા કે છાતીની પાંસળીઓ મળી આવે છે. કેટલાક સ્થળેથી ઇંડાના અશ્મિ મળે છે.
વિજ્ઞાનીઓ આ નમૂનાના માપ લઈ આખું મોડેલ
ઊભું કરીને ડાઇનોસોરના કદ, આકાર વગેરેનું તારણ
કાઢે છે.
→ અત્યાર સુધી મળેલા અશ્મિઓના આધારે
વિજ્ઞાનીઓ કહે છે કે, પૃથ્વી પર ૯૦૦૦ જાતના
ડાઇનોસોર હતા. કેટલાક જમીન પર તો કેટલાક
દરિયામાં રહેતા. કેટલાકને પાંખો હતી અને ઊડી
શકતા. બધા ડાઇનોસોર વનસ્પતિ ખાઈને જીવતા.
→ કદ અને આકાર પ્રમાણે વિજ્ઞાાનીઓએ
ડાઇનોસોરના ટાઇટોનોસોરસ, એલોસોરસ જેવાં
ઘણાં નામ આપ્યા છે.
→ પૃથ્વી પર ડાઇનોસોર વસતા તે યુગને જુરાસિક યુગ કહે છે.ડાઇનોસોરનો રંગ કેવો હતો તે જાણી શકાયું નથી પરંતુ આજે ગરોળી, મગર વગેરે પ્રાણીઓના રંગના આધારે ડાઇનોસોરનો રંગ પણ તેમના જેવો જ હશે તેમ મનાય છે.
→ પૃથ્વી પરના ડાઇનોસોર આજે કેમ દેખાતા નથી તે જાણો છો ? વિજ્ઞાનીઓ કહે છે કે, ૬ કરોડ વર્ષ પહેલા એક મોટી ઉલ્કા પૃથ્વી સાથે અથડાઈ.
પૃથ્વી પર વાદળો ઢંકાઈ ગયા, સૂર્ય ઢંકાઈ ગયો
અનેક વર્ષો સુધી પૃથ્વી ઠંડી પડી ગઈ. પૃથ્વી પર
સૂર્યનાં કિરણો બંધ થઈ ગયા એટલે શક્તિ (ઊર્જા)
પણ મળતી બંધ થઈ ગઈ. પૃથ્વી પરના ડાઇનોસોર આ સમયગાળામાં નાશ પામ્યા. જો કે, આ માન્યતા સાવ સાચી નથી. ઘણા વિજ્ઞાનીઓએ ડાઇનોસોરના નાશ માટે જાતજાતની થિયરી શોધી છે.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.