આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 18 November 2014

♥ Vaseline ♥

→ પેટ્રોલપંપમાંથી એક પ્રકારનો અર્ધપ્રવાહી પદાર્થ મળે છે તેનો ઉપયોગ દાઝેલી વ્યક્તિને ઘા રૂઝવવામાં મદદ કરે છે. રોબર્ટ ચેજ્રેબો નામના યુવાન રસાયણશાસ્ત્રીએ એક પ્રકારની ઔષધીની શોધ કરી અને તેને નામ આપ્યું વેસેલીન. હવે
રોબર્ટ ચેજ્રેબોને એક મુશ્કેલી નડી કે આ વેસેલીનનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કરવો? તેણે વેસેલીન વેચવા માટે અનેક યુક્તિઓ અજમાવી. લોકોને આ દવાની જાણ થાય અને લોકો સુધી આ વાત પહોંચે તે માટે તેણે અથાગ મહેનત કરી.

→ સૌ પ્રથમ તો તેણે વેસેલીનને નાની બોટલમાં ભરીને ડોક્ટરોને નમૂના તરીકે મોકલી. તે ઉપરાંત દરરોજ એક બગીમાં બેસીને જુદાં જુદાં ગામોમાં જતો. ત્યાં લોકોને વેસેલીનનો ઉપયોગ સમજાવતો અને નમૂના મફત આપતો હતો. આ યુક્તિ કારગત નીવડી. તેણે ઘણી ખ્યાતિ મળી.
લોકોના હોઠ પર વેસેલીનનું નામ રમતું થયું.

→ ઈ.સ. ૧૯૧૨માં ન્યુયોર્કના લાઇફ ઇન્સ્યોરન્સ બિલ્ડિંગમાં પ્રચંડ આગ લાગી અને અનેક લોકો દાઝી ગયા. રોબર્ટ ચેજ્રેબોએ ત્યાં વેસેલીનનો ઉપયોગ કર્યો અને અનેક લોકોને સાજા કર્યા. હવે વેસેલીનને પ્રચંડ પ્રસિદ્ધિ મળી. રેડક્રોસ સંસ્થાએ પણ વેસેલીનની ભલામણ કરી. આ રીતે
વેસેલીનનો બહોળો પ્રચાર થયો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.