~~♦ લેવી ધૂમકેતુનો શોધક - યુજીન
શૂમેકર ♦~~
→ સૂર્યમાળાના ગ્રહો અંગે અભ્યાસ કરનાર અગ્રણી વિજ્ઞાાનીઓમાં યુજીન શૂમેકરનું નામ જાણીતું છે. તેણે શૂમેકર-લેવી ધૂમકેતુ ઉપરાંત ૩૦ નાના મોટા ધૂમકેતુઓ શોધી કાઢેલા. અમેરિકાના ચંદ્રમિશન એપોલોમાં તેનું મહત્ત્વનું યોગદાન હતું.
→ યુજીન એક માત્ર એવો વિજ્ઞાાની છે જેનાં અસ્થિ ચંદ્ર પર લઈ જવાયા હતાં.
→ શૂમેકરનો જન્મ કેલિફોર્નિયાના લોસ એન્જેલસ શહેરમાં ઇ.સ. ૧૯૨૮ના એપ્રિલ માસની ૨૮ તારીખે થયો હતો.
→ તેની માતા શિક્ષિકા હતી અને પિતા ખેતી, વેપારી, શિક્ષણ અને ફિલ્મ ઉદ્યોગ સાથ સંકળાયેલા અગ્રણી નાગરિક હતા. ૧૯૬૦માં કેલિફોર્નિયા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરી પીએચડીની ડિગ્રી મેળવી ખગોળશાસ્ત્રી તરીકે
કારકિર્દી શરૃ કરી હતી.
→ એરિઝોના ખાતે અમેરિકાના એસ્ટ્રોજીયોલોજી રિસર્ચ પ્રોગ્રામનો તે પ્રથમ ડિરેકટર હતો. ત્યાર બાદ અમેરિકાની નાસાએ શરૂ કરેલ ચંદ્ર પરના એપેલો મિશનમાં તેણે મહત્ત્વના યોગદાન આપ્યા.
→ અવકાશયાત્રીઓને તાલીમ આપવાનું મુખ્ય કામ તેનું હતું. એપોલો-૧૧ મિશનના ટીવી પ્રસારણમાં તે એન્કર હતો. ૧૯૬૯માં શૂમેકરે લઘુગ્રહોનો અભ્યાસ શરૃ કર્યો. તેણે લેવી નામના વિજ્ઞાાની સાથે મળી શૂમેકર લેવી ધૂમકેતુની શોધ કરી. તેની પત્ની પણ ખગોળશાસ્ત્રી હતી. બંનેએ સાથે મળીને ૩૦ જેટલા ધૂમકેતુઓ શોધી કાઢેલા જીવનના પાછલા તબક્કમાંથી તેણે પૃથ્વી પર ઉલ્કા પડવાથી થયેલા ક્રેટર શોધવાની કામગીરી શરૂ કરી.
→ ૧૯૯૭માં આવા સંશોધનો દરમિયાન ઓસ્ટ્રેલિયા ખાતે કાર અકસ્માતમાં જુલાઈની ૧૮ તારીખે તેનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.