આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 2 October 2014

♥ રાલ્ફ એચ. બેર ♥

~♦ વિડિયોગેમનો જનક - રાલ્ફ એચ. બેર ♦~

→ વિડિયોગેમ લોકપ્રિય અને જાણીતી છે. કોમ્પ્યુટર, ટીવી, મોબાઇલ ફોન અને સ્વતંત્ર મોનિટર ઉપર રમી શકાય તેવી વિડિયોગેમ ઉપલબ્ધ છે. નવીન ટેકનોલોજીમાં થ્રી-ડી ગેમ પણ ઉપલબ્ધ બની છે. વિડિયોગેમની શોધ રાલ્ફ બેર નામના જર્મન વિજ્ઞાનીએ કરી હતી.

~~~~~ ♥ બેરનો જન્મ ♥ ~~~~~

→ જર્મનીમાં ૧૯૨૨ના માર્ચની ૮ તારીખે જર્મનીમાં થયો હતો. તે ૧૧ વર્ષનો હતો ત્યારે તેને યહુદી હોવાથી શાળામાંથી હાંકી કાઢવામાં આવેલો.

→ તેના પિતા સ્થાનિક જુતાની દુકાનમાં કામ કરતાં હતા.જર્મનીમાંથી હિટલરના ત્રાસને કારણે ઘણા યહૂદીઓ અમેરિકા ભાગી છૂટયા. બેરનો પરિવાર પણ અમેરિકા જઇ વસેલો.

→ અમેરિકામાં તેણે જાતે જ નોકરી કરીને ભણવાનું ચાલુ કર્યું. તે નેશનલ રેડિયો ઇન્સ્ટીટયૂટમાંથી ગ્રેજ્યુએટ થયો અને બીજા વિશ્વયુદ્ધમાં સૈન્યમાં જોડાયો. યુધ્ધ દરમિયાન તેને ગુપ્તચર તરીકે લંડન મોકલવામાં આવ્યો. ત્યાંથી પરત આવીને તે અમેરિકન ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ થયો અને એક ઇલેકટ્રીક કંપનીમાં મુખ્ય એન્જિનિયર તરીકે જોડાયો. આ
કંપની મેડિકલના સાધનો બનાવતી હતી.

→ બેર ઘણો હોશિયાર અને નિષ્ઠાવાળો હતો. બે-ત્રણ કંપનીમાં નોકરી કર્યા બાદ તેણે પોતાની કંપની ચાલુ કરી. બેરે પ્રથમ હોમ વિડિયોગેમ કોન્સોલની શોધ કરી તેને બ્રાઉન બોકક કહેતા. આ સાધન ટીવી સાથે જોડીને ગેમ રમી શકાતી.

→ ૧૯૬૬માં તેણે વિડિયોગેમ કોન્સોલની શોધ કરી તેમાં વિકાસ કરી 'સુપર સિમોન' બનાવ્યું. ત્યારબાદ
વિડિયોગેમ ક્ષેત્ર અનેક સંશોધનો કરી નવી નવી પધ્ધતિઓ વિકસાવી. ટેકનોલોજી, રમત અને
ડિઝાઇન એમ ત્રણે બાબતોમાં તેણે રસ લઇ
બાળકોથી માંડી મોટેરાઓને ગમે તેવી ગેમ્સ બનાવી. આજે બેર નિવૃત જીવન ગાળી રહ્યા છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.