આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 18 October 2014

♥ BARCODE ♥

||| ★ 'બારકોડ' વસ્તુની કિંમત કેવી રીતે ઉકેલે છે ? ★ |||

→ ઘણી વસ્તુઓ કે તેના પેકિંગ પર સફેદ અને કાળી લીટીવાળા બારકોડની પટ્ટી તમે જોઈ હશે. બારકોડ જે તે વસ્તુની ઓળખ છે.

→ શોપિંગ મોલમાં ચીજોની કિંમત બારકોડ દ્વારા ઉકેલાય છે. કાગળની પટ્ટી ઉપર છપાયેલી ઊભી કાળી સમાંતર લીટીઓને લેસર ગન સામે રાખવાથી તે ઉકેલાઈને કમ્પ્યુટરના સ્ક્રીન પર વસ્તુની કિંમત જોવા મળે છે.

→ બારકોડની શોધ ૧૯૪૮માં બર્નાર્ડ સિલ્વર અને નોર્મન વૂડલેન્ડ નામના વિજ્ઞાાનીઓએ કરેલી,
તેમણે શોધેલા બારકોડમાં કાળી અને સફેદ લીટીના એકની અંદર એક જતાં વર્તુળો હતા અને તે સાદા લાઈટ બલ્બ વડે ઉકેલાતા. જોકે આ શોધ પછી ૨૦ વર્ષે તેનો વ્યવહારિક ઉપયોગ થયો.

→ બારકોડનો પ્રથમ ઉપયોગ ગુંદરની બોટલ
ઉપર ૧૯૭૪માં થયો હતો. ૧૯૭૦માં યુનિફોર્મ કોડ કાઉન્સીલ સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થાએ
નક્કી કરેલી પેટર્ન મુજબ વિશ્વભરમાં બારકોડ બને છે એટલે કોઇપણ બારકોડ વિશ્વના ગમે તે
શહેરની લેસરગનથી ઉકેલી શકાય છે.

→ બારકોડમાં ચાર ઊભી સફેદ અને કાળી લીટીની સમૂહની જુદી જુદી ગોઠવણીથી શૂન્યથી ૯ના આંક
બને છે. બે કાળી અને બે સફેદ લીટી એટલે એકડો. ત્રણ સફેદ પછી એક કાળી લીટી એટલે બે. આ રીતે
બધા આંકડા બને. લેસર કિરણો આ પટ્ટી પર પડે ત્યારે સફેદ અને કાળી લીટીના ઓફ અને ઓનના ક્રમશઃ સિગ્નલથી આંકડા ઉકેલાય છે. આ જટીલ પ્રક્રિયા પણ ઝડપથી થાય છે. બારકોડમાં કિંમત ઉપરાંત વસ્તુની ઉત્પાદન તારીખ, કંપનીનો કોડ
નંબર વિગેરે પણ હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.