¶ 'અરેબિયન નાઇટ્સ'ની વાર્તાઓની શરૂઆત
કેવી રીતે થઈ? ¶
નાઇટ્સ'ની વાર્તાઓમાંથી એક અલાઉદ્દીન અને એના જાદુઈ ચિરાગની વાર્તા ઘણા બધાએ
સાંભળી અને વાંચી છે, પરંતુ આ વાર્તાઓનો જન્મ કેવી રીતે થયો? એ વાતની ઘણા ઓછાને ખબર હશે.
♥ 'અરેબિયન નાઇટ્સ' એટલે કે 'અરબની રાતો'ની વાર્તાઓ. ♥
ઈરાનના રાજાને એની પત્ની શહરજાદીએ સંભળાવી હતી. અસલમાં ઈરાનનો એ રાજા ખૂબ જ
જુલમી સ્વભાવનો હતો. એ જે કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરતો એના બીજા જ દિવસે એ સ્ત્રીને
જાનથી મરાવી નાખતો. એ જુલમી રાજાની પત્ની શહરજાદી રાજાની આ શેતાનિયત ખૂબ જ સારી રીતે જાણતી હતી. પોતાનો ક્રૂર પતિ રાજા પોતાને બીજા જ દિવસે મારી નાખશે, એટલે પોતાનો જીવ
બચાવવા માટે એણે એક ઉપાઈ શોધી કાઢયો. શહરજાદી એની બહેન પાસે રોજ રાત્રે એક વાર્તા રાજાને સંભળાવતી. જ્યારે વાર્તામાં મજા આવવા લાગતી ત્યારે બરાબર રોમાંચક જગ્યાએ એ અટકી જતી અને રાજાને કહેતી કે એ બીજા દિવસે વાર્તા પૂરી કરશે.
આખી વાર્તા સાંભળવા માટે રાજા ખૂબ જ બેચેન રહેતો અને રાણીની જાન લેવાની વાત રોજ ટાળી દેતો.
→ ઇતિહાસની શોધખોળ કરનાર 'સર રિચર્ડ
બર્ટને' આ વાર્તાઓની શોધખોળ કરીને 'અરેબિયન નાઇટ્સ'ના નામથી એક વાર્તાસંગ્રહ બનાવ્યો, જે એ રાણીએ કરેલી વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.