→ વિદ્વાનોને મીરાં વિષે જે
જાણકારી મળી છે તે પ્રમાણે મીરાંબાઇનું
શરૂઆતનું નામ પ્રેમલબાઇ હતું પછી તેમનું
નામ મીરાંબાઇ થયું હતું. હવે
તો મીરાં તરીકે જાણીતું છે.
→ મીરાંબાઇનો જન્મ
રાજસ્થાનના મારવાડના મેડતા રાયના કુડકી ગામમાં ઇ.સી. ૧૫૦૨માં થયો હતો.
→ તેમના માતાનું નામ
વીરકુંવર હતું. માતા વીરકુંવરનો દેહાંત યારે
મીરાં બે વર્ષની બાળકી હતાં ત્યારે જ
થઇ ગયો હતો.
→ મીરાંના પિતા રાવ
રતનસિંહ ખાનવાના યુદ્ધમાં સને
૧૫૨૮માં વીરગતી પામ્યા હતાં. અને
મીરાં અનાથ થયા હતાં.
→ મીરાનાં લગ્ન મેવાડના મહારાણા સાંગાના પાટવીકુમાર ભોજરાજજી સાથે સને ૧૫૧૬માં
થયાં હતાં. તે પછી મીરાંના પતિ સાત–આઠ
વર્ષમાં ભોજરાજજી અવસાન પામ્યા હતાં. આમમીરાં નાની ઉંમરમાં વિધવા થયાં હતાં.
→ મીરાંએ પોતાના દાદાજી દુદાજીના ખોળામાં રમતાં રમતાં જ વૈષ્ણવ ધર્મ અને ગિરધર
ગોપાલની ભકિતના સંસ્કાર
ઝીલ્યા હતાં. એ સમયમાં બાળલગ્ન બહુ
થતાં તેથી નાનકડી મીરાંએ માતાને
પૂછયું માં ! મારો વર કોણ? અને સહજ ભાવ
માતાએ જવાબમાં કહેલું મીરાં તારો વર
આ ગિરધર ગોપાલ. બસ
ત્યાથી મીરાં કૃષ્ણની ભકિત
કરતાં કરતાં એ પોતે શ્રી કૃષ્ણમય બની ગઇ
હતી.
→ વિધવા થયાં ત્યારે મીરાંએ ગાયું
હતું મેરે. તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઇ.
ભોજરાજજીના અવસાન
પછી તેમનો નાનો ભાઇ વિક્રમસિંહ
ગાદીએ બેઠો. મીરાંબાઇ સાધુ
સંતો સાથે રહે તે વિક્રમસિંહને પસદં ન હતું.
વળી સને ૧૫૨૮માં મહારાજા સાંગા પણ
ખાનવાના યુદ્ધ પછી અવસાન
પામ્યા અને પછી તો મીરાં રાણા પરિવારની કોપ
ભોગવાનારી બની. મીરાંને ઘણો ત્રાસ
થવા લાગ્યો. ત્યારે
સાસરિયામાં અનાદર, તિરસ્કાર,
હેરાનગતિ વગેરેથી તંગ આવીને
મીરાં પ્રથમ પોતાના પિયર
મેડતા તેમના મોટા બાપુ
વિરમદેવજી પાસે ગયા. પણ
વિરમદેવના પરાય પછી મીરાંને
પિયરીયામાં કે સાસરિયામાં આશ્ર્વાસન
દેનારું કે હિંમત દેનારું રહ્યું
નહીં મેવાડના રાણા વિક્રમમાદિત્ય શૈવ
મતના હતા. તેઓને મીરાંની સાધુ
સંતો સાથે ધર્મ ચર્ચા ભજન કિર્તન વગેરે
બિલકુલ ગમતું નહિ. પરિણામે મીરાંને ખૂબ
જ યાતનાઓ આપવામાં આવતી. પરંતુ
કૃષ્ણભકિતમાં મય મીરાંએ તે સંકટોને
વૈધવ્યના કડવા ઘૂટડા સમજીને
પી લીધા. છતાં મેવાડમાં મીરાંને
યાતના ઓનો કોઇ અતં
દેખાયો નહીં પરિણામે મીરાં પુષ્કર થઇને
વૃન્દાવનમાં ચાલ્યા ગયાં.
→ એટલું તો અવશ્ય કહી શકાય કે મીરાં કૃષ્ણ
પ્રત્યે દ્રઢ ભકિતવાળા હતાં. અને તે કારણે
જ તેમને સાસરે ખૂબ કષ્ટ સહન
કરવાં પડયાં હતાં જીવનના ભયથી નહિ પણ
ભકિતમાં વારંવાર પડતા વિક્ષેપથી જ
સાસરિયા સાથેના કલેશ
કચવાટના પ્રસંગો અને કારણે
મીરાં મેવાડથી કટાળ્યાં હતાં અને સ્વયં
દેશવટો લીધો હતો.
''સાંઢવાળા સાંઢ શણગારજે મારે જાવું
સો સો કોશ
રાણાજીના રાજમાં મારે જળ રે
પીવાનો છે દોષ ''
અને મીરાં ચાલી નીકળી એના મનમોહનની વ્રજભૂમિમાં ....
→ આખે રસ્તે ભકિતગીતોની સરિતા વહેવડાવતી સૂઝયાં એવાને
સ્ફર્યા એવા ગીતો ગાતી વૃન્દાવન
પહોંચતાં તો ઠેર ઠેર મીરાંને
શામળિયો દેખાવા લાગ્યો. ચારેય
તરફથી મીરાંને કૃષ્ણની બંસીના સૂર
સંભાળાવા લાગ્યા. અને મસ્ત બનીએ
ગાઇ બેઠી...
'વૃન્દાવનકી કુંજગલનમેં ગોવિંદ
લીલા ગાસું..'
→ ભારતીય સમાજમાં અને સાહિત્યમાં ભકત
કવયિત્રી મીરાંબાઇ અમર છે.
રાજસ્થાનમાં મારવાડમાં જોધપુરનું રાય
સ્થાપનાર રાવ જોધાજી રાઠોડ થયા.
આ જોધાજી રાઠોડના ચોથા નંબરના પુત્ર
રાવ દુદાજી પિમ
મારવાડના મેડતાના રાજવી હતા. રાવ
દુદાજીના પુત્ર રાવ રતનસિંહ
રાઠોડના પુત્રી મીરાંબાઇ થયાં.
રાજસ્થાનમાં એક તરફ શૌર્ય અને
બલિદાનોની તથા સતી વિરાંગનાની જાૈહરની અસંખ્ય ગાથાઓ છે તો બીજી તરફ
મીરાંબાઇનાં ભજનો સાંભળીને
કયાં ભારતવાસીનું મસ્તક ગર્વથી ઊચું
નથી થતું?
♥ સમગ્ર ભારતમાં એક માત્ર
મીરાંબાઇ જ એવા ભગવદ ભકત સંત અને
કવિયિત્રી છે કે
જેનાં ભજનો ઉતરમાં કાશ્મીરથી દક્ષિણમાં છેક
કન્યા કુમારી સુધી અને
પશ્ચિમમાં જેસલમેરથી લઇને પૂર્વમાં મણીપુર
સુધી ગાવામાં અને સમજવામાં આવે છે.
આટલી વિસ્તૃત ખ્યાતિ કોઇ કવિને
મળી નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.