
♦ કુદરતના સૌથી સુંદર અને નિર્દોષ જીવ પતંગિયાઓમાં પણ કેટલાક ઝેરી હોય છે તે જાણીને નવાઈ લાગે પરંતુ પપુઆ ન્યુગિયાનમાં જોવા મળતા વિશ્વના સૌથી મોટા પતંગિયા ક્વીન એલેક્ઝાન્ડ્રા બર્ડ વિંગ ઝેરી હોય છે.
♦ ક્વીન એલેક્ઝાન્ડ્રા પતંગિયા લગભગ ૮ સેન્ટિમિટર લાંબા હોય છે પરંતુ તેની પાંખો ૯થી ૧૦ ઇંચની હોય છે.
♦ ૧૨થી ૧૫ ગ્રામ વજનના આ પતંગિયાની પાંખો કથ્થાઈ રંગની હોય છે તેમાં પીળાં ટપકાં હોય છે. નર પતંગિયાની પાંખો લીલા રંગની હોય છે. આ પતંગિયા ઝેરી વૃક્ષના ફૂલ અને ફળોમાંથી રસ ચૂસે છે.
♦બીજા પતંગિયાની જેમ ક્વીન એલેકઝાન્ડ્રા પણ ઇયળ અને કોશેટો બન્યા પછી પતંગિયાનું રૂપ લે છે. આ પતંગિયાનો કોશેટો પણ મોટો હોય છે. આ પતંગિયાની જીભ પોલી ભૂંગળી જેવી હોય છે તે માત્ર ફૂલ અને ફળોમાંથી રસ ચૂસીને જીવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.